Kendra Shala bharti ShalaSahayak - 2025
કેન્દ્રશાળામાં ભરતી "શાળા સહાયક" - 2025
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલ છે. જે અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ પણ આપવામાં આવેલ છે. આ ડિજિટલ સુવિધાઓના યોગ્ય ઉપયોગ થાય, પે-સેન્ટર શાળાઓમાં અને રાજ્યની ૩૦૦ કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓમાં અભ્યાસિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમા મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી.
શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સીંગ એજેન્સી કરશે.
1. શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા:
i. રાજ્યની સરકારી પ્રાથમિક પગાર-કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે.
ii. છૂટા કરેલ શાળાસહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર-કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે.
iii. જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલ શાળાસહાયકને તેઓના જિલ્લા/નગરમાં પગાર-કેન્દ્ર શાળા ન હોવાના કારણે સમાવી શકાતા ન હોય અને તેવા શાળા સહાયક અન્ય જિલ્લા/નગરની શાળા સહાયક ફાળવેલ નહી હોય તેવી પગાર-કેન્દ્ર શાળામાં જવા ઇચ્છતા હોય તો તેઓએ એજન્સી મારફતે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગરને જાણ કરવાની રહેશે.
iv. આવી અરજી પરત્વે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગરએ કાર્યવાહી કરી જે તે શાળા સહાયકને અન્ય જિલ્લા/નગરની ખાલી જગ્યા પર આઉટસોર્સ એજન્સી મારફતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીને ફાળવણી કરવાની રહેશે.
2. ‘શાળા સહાયક’ની આઉટસોસીંગથી ઉપલબ્ધ કરાવવા અંગેની નવી બાબતનો સમયગાળો:
i. આ નવી બાબત ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ પ્રોજેક્ટના સમયગાળા દરમ્યાન એટલે કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ સુધી અમલમાં રહેશે.
ii. આ નવી બાબત હેઠળ આઉટસોર્સ એજન્સી આધારિત સેવાઓ લેવાની હોય શાળા સહાયક તરીકે આવનાર ઉમેદવારનો સેવા વિષયક અન્ય કોઇ પણ હક્કદાવો રહેશે નહી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી અને જે તે શાળાના આચાર્યોએ માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
iii. ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ' પ્રોજેક્ટ પૂર્ણ થયેથી આ નવી બાબત અંગે સરકારશ્રી તરફથી પુનઃવિચારણા કરવામાં આવશે.
પરિશિષ્ટ - 1
ક્રમ |
વિગત |
ધારા
ધોરણ |
1 |
શૈક્ષણિક લાયકાત |
માન્ય યુનિવર્સિટીના કોઇપણ વિદ્યા
શાખાના સ્નાતક + B.Ed. |
2 |
વય મર્યાદા |
એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારની વય
મર્યાદા ૩૮ વર્ષથી વધુ ન હોવી જોઇએ. |
3 |
પસંદગી પ્રક્રિયા |
ક્રમ-૧ મુજબની લાયકાત ધરાવતા
ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલ યાદી મુજબ. |
4 |
માસિક મહેનતાણું |
३.२१,०००/- |
5 |
સમયગાળો |
શાળા સહાયકોની કામગીરી ૧૧ માસની રહેશે
(વેકેશન સિવાય). અગિયાર માસનો સમય પુરો થતાં તેઓ છૂટા થયેલા ગણાશે. |
6 |
શાળા સહાયક સાથે કરાર |
શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ
એજન્સીએ કરાર કરવાનો રહેશે. |
7 |
કામકાજ |
આઉટસોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં
કામકાજનાં દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી,
શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ
આચાર્ય અથવા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે. |
નોંધ : ભરતી માટે કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી.