GPSC ભરતી 2026: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાન્યુઆરી ૨૦૨૬ માં વિવિધ સરકારી વિભાગોમાં ખાલી રહેલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), નવરચિત મહાનગરપાલિકાઓ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) અને ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) નો સમાવેશ થાય છે.
📌 મહત્વની તારીખો (Important Dates)
- ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: ૩૧/૦૧/૨૦૨૬ (બપોરે ૧૩:૦૦ કલાકથી)
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૬/૦૨/૨૦૨૬ (રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી)
💼 પોસ્ટની વિગતો અને શૈક્ષણિક લાયકાત
આ જાહેરાત અંતર્ગત કુલ ૨૩ જેટલી અલગ-અલગ કેડરની પોસ્ટ પર ભરતી થવાની છે. મુખ્ય પોસ્ટ્સ નીચે મુજબ છે:
|
જાહેરાત ક્રમાંક |
પોસ્ટનું નામ |
લાયકાત |
અનુભવ |
|
|---|---|---|---|---|
|
૧૧૧ |
આસિસ્ટન્ટ ડાયરેક્ટર, વર્ગ-૧ (SAG) |
કોઈપણ ગ્રેજ્યુએટ |
૩ વર્ષ |
|
|
૧૧૨-૧૧૫ |
નાયબ/મદદનીશ કાર્યપાલક ઈજનેર (સિવિલ/ઈલેક્ટ્રિકલ) |
B.E / B.Tech (સંબંધિત બ્રાન્ચ) |
જરૂર નથી |
|
|
૧૧૭ |
મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, વર્ગ-૧ |
MBBS + PG Diploma |
૫ વર્ષ |
|
|
૧૨૦ |
તબીબી અધિકારી, વર્ગ-૨ |
M.B.B.S |
જરૂર નથી |
|
|
૧૨૧-૧૨૬ |
મદદનીશ/નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ/મિકેનિકલ/ઈલેક્ટ્રિકલ) |
B.E / B.Tech (સંબંધિત બ્રાન્ચ) |
૩ વર્ષ / જરૂર નથી |
|
|
૧૩૦ |
વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૨ (GWSSB) |
Post Grad. / Grad. |
જરૂર નથી |
|
|
૧૩૨ |
મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GHB)
|
B.E / B.Tech Civil |
જરૂર નથી |
