ઇન્ડિયન પોસ્ટ GDS ભરતી ૨૦૨૬: ૧૦ પાસ માટે સરકારી નોકરીની સુવર્ણ તક, જાણો સંપૂર્ણ વિગત
ભારતીય ટપાલ વિભાગ (Department of Posts) દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે
૧. મહત્વની તારીખો (Important Dates):
નોટિફિકેશન બહાર પાડ્યા તારીખ: ૨૮ જાન્યુઆરી ૨૦૨૬
. રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ: ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬
. ઓનલાઇન અરજી અને ફી ભરવાની તારીખ: ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬
. ભૂલ સુધારણા (Edit Window): ૧૮ ફેબ્રુઆરી થી ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬
.
૨. જગ્યાઓનું નામ અને પગાર ધોરણ (TRCA):
આ ભરતીમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની જગ્યાઓ છે
બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM): ૧૨,૦૦૦ થી ૨૯,૩૮૦/-
. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM): ૧૦,૦૦૦ થી ૨૪,૪૭૦/-
. ડાક સેવક: ૧૦,૦૦૦ થી ૨૪,૪૭૦/-
.
૩. શૈક્ષણિક લાયકાત (Eligibility Criteria):
શિક્ષણ: માન્ય બોર્ડમાંથી ૧૦મું ધોરણ (Secondary School Examination) પાસ કરેલું હોવું જોઈએ, જેમાં ગણિત અને અંગ્રેજી વિષયો ફરજિયાત છે
. સ્થાનિક ભાષાનું જ્ઞાન: ઉમેદવારે ૧૦માં ધોરણ સુધી જે-તે સર્કલની સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલો હોવો જોઈએ
. અન્ય લાયકાત: કોમ્પ્યુટરનું જ્ઞાન, સાયકલ ચલાવતા આવડવું જોઈએ અને આજીવિકાના પૂરતા સાધનો હોવા જોઈએ
.
૪. વય મર્યાદા (Age Limit):
લઘુત્તમ વય: ૧૮ વર્ષ
. મહત્તમ વય: ૪૦ વર્ષ
. સરકારી નિયમો મુજબ SC/ST ને ૫ વર્ષ અને OBC ને ૩ વર્ષની છૂટછાટ મળશે
.
૫. અરજી કેવી રીતે કરવી?
ઉમેદવારોએ ફક્ત ઓનલાઇન માધ્યમથી જ અરજી કરવાની રહેશે.
સત્તાવાર વેબસાઇટ:
https://indiapost.gov.in/gdsonlineengagement . Official Notifiction :Click Here
અરજી કરતી વખતે તાજેતરનો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાના રહેશે
.
૬. પસંદગી પ્રક્રિયા:
GDS ની ભરતીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી. ઉમેદવારોની પસંદગી ૧૦માં ધોરણમાં મેળવેલા ગુણના આધારે (Merit List) કરવામાં આવશે.
નોંધ: અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચી લેવું
