Type Here to Get Search Results !

આશ્રમ શાળા ભરતી: તાપી 2023

Recruitment for 60 posts of teaching assistant and teaching assistant in ashram schools of Tapi district

તાપી જિલ્લાની આશ્રમશાળાઓમાં વિદ્યાસહાયક અને શિક્ષણસહાયકની ૬૦ જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત.


                                             શિક્ષણ સહાયક ભરતી


§  ધોરણ ૯ થી ૧૦ : કુલ ૧૧ જગ્યાઓ.


                                         વિદ્યાસહાયક ભરતી


§  ધોરણ ૧ થી ૫ : કુલ ૧૫ જગ્યાઓ

§  ધોરણ ૬ થી ૮ : ગણિત વિજ્ઞાન : કુલ ૮ જગ્યાઓ

§  ધોરણ ૬ થી ૮ : ભાષા : કુલ ૧૯ જગ્યાઓ

§  ધોરણ ૬ થી ૮ : સામાજિક વિજ્ઞાન: કુલ ૭ જગ્યાઓ



                                        મહત્વની સૂચનાઓ 


§  વિદ્યાસહાયક / શિક્ષણસહાયક માટે ઉમેદવારો પાસેથી આશ્રમશાળા મુજબ અલગ અલગ લાયકાત ધરાવનારનુ પુરેપુરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઇડી પ્રૂફ સાથે સ્વપ્રમાણિત કરેલ એચ.એસ.સી./પી.ટી.સી./સ્નાતક/બી.એડ.(જાહેરાત પ્રમાણે લાગુ પડતી લાયકાત પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફકત રજિ.એડી.દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી દિન-૧૦ સુધીમાં મંગાવવામાં આવે છે. જેમના C.G.P.A, દર્શાવેલ છે. તેમણે કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી માર્કસનુ પ્રમાણપત્ર રજુ કરવું.


§  જાહેરાતમાં દર્શાવ્યા મુજબ TAT-1માધ્યમિક વિભાગ માટે અને વિદ્યાસહાયક માટે ધોરણ ૧ થી ૫ TET-1 અને ધોરણ-૬ થી ૮ માટે TET-2 ફરજિયાત પાસ કરેલ હોવી જોઇએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવો મુજબની જોગવાઇ મુજબ રહેશે.


§  અધુરી વિગતવાળી તથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર ઉમેદવારોની અરજીઓ રદ થવા પાત્ર રહેશે.


§  આશ્રમશાળાઓ નિવાસી શાળાઓ હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ કર્મચારીઓએ ફરજીયાત સ્થળ પર નિવાસ કરવાનું રહેશે.


§  અનામત જગ્યા પર અરજી કરતાં અરજદારે સક્ષમ સત્તાધિકારીનું જાતિ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.


§  શિક્ષણ વિભાગ ગુ.રા. ગાંધીનગર ના સુધારા ઠરાવ બમશ/૧૧૫૫/૨૨/ગ/તા.૧૯/૨/૨૦૧૯ મુજબ શિક્ષણ સહાયક રૂ.૨૫૦૦૦/-(અંકે રૂપિયા પચીસ હજાર પુરા ) માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. અને વિદ્યાસહાયક ને રૂ ૧૯૯૫૦/-(અંકે રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ પુરા) માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂરા કર્યા બાદ પૂરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.


§  સરકારશ્રીના ધારા-ધોરણ વખતો વખતનાં ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલા પણ શિક્ષણ સહાયક સેવા અને વિદ્યાસહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે.


§  આશ્રમશાળા ૫૦ ટકા કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે. તેથી મહિલા શિક્ષિકાઓએ ગૃહમાતા તરીકે ફરજ બજાવવાની રહેશે અને કુમારો માટે શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજિયાત ફરજ નિભાવવાની રહેશે.


§  માન.કમિશ્નર આદિજાતી વિકાસ કચેરી ગુ.રા. ગાંધીનગરના પરિપત્ર નંબર આવિ/આશા/ફા.ને/૨૩૩૦/૨૦૧૯/૨૦૨૦ થી ૨૦૬૦ તા.૩૦/૧૧/૨૦૧૯ અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે.


§  કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ.


§  ઉમેદવારોએ રજિસ્ટર એ.ડી.થી આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી કરવાની રહેશે. કવર ઉપર કઇ આશ્રમશાળા માટે અરજી અને કયા વિષય માટે કરેલ છે. તે સ્પષ્ટ લખવાનું રહેશે. સાદી ટપાલથી રૂબરૂ કે મુદત કરતાં મોડી આવેલ અરજી સ્વીકારાશે નહીં. શિક્ષણ સહાયકની જાહેરાત મુજબ મુખ્ય અને ગૌણ વિષયો બી.એડ.ની મેથડ માં હોવા જોઇએ.


§  ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી(આશ્રમશાળા)તાપી જિલ્લા સેવા સદન, બ્લોક.નં.૪ પાનવાડી વ્યારા જિ.તાપીને મોકલવાની રહેશે.જો કોઇ ઉમેદવાર ફક્ત આ.વિ.અ.(આશ્રમશાળા)ને અરજી મોકલશે અને મંડળને નહિં મોકલશે તો અરજી રદ થવાપાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે.


§  ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઇ પણ ઉમેદવાર નિમણૂક માટે હક્ક દાવો માંડી શકશે નહીં.


§  સરકારી અનુદાનિત બોર્ડ/કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે.


§  પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિ નો નિર્ણય આખરી રહેશે.




ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

Technology Jobs