Type Here to Get Search Results !

Gujarat Police Recruitment 2024

 Gujarat Police Recruitment 2024



નમસ્કાર મિત્રો, ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવી પોલીસ ભરતીની જાહેરાત આવી ગઈ છે. જે ઉમેદવારો આ ભરતીનો લાભ લેવા માંગતા હોય તે ઉમેદવારો માટે વેબસાઈટ પર નિયત સમયમાં ઓનલાઈન અરજી માટેની તારીખ જાહેર કરવામાં આવશે. માટે દરેક ઉમેદવારોને નમ્ર વિનંતી કે આ વેબસાઈટ હંમેશા ચેક કરતા રહેવું.

ગુજરાત પોલીસ દળ વર્ગ- સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત. 

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપાઇ વર્ગ- સંવર્ગની નીચે મુજબની કુલ-૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર છે.  

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષબિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલાખાલી જગ્યાની વિગત. 

 

સંવર્ગ

ખાલી જગ્યા

બિન હથિયારી પોલીસસબ ઇન્સ્પેકટર (પુરુષ)

૩૧૬

બિન હથિયારી પોલીસસબ ઇન્સ્પેકટર (મહિલા)

૧૫૬

3

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)

૪૪૨૨

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)

૨૧૭૮

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)

૨૨૧૨

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)

૧૦૯૦

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ) પુરુષ

૧૦૦૦

જેલ સીપોઈ (પુરુષ)

૧૦૧૩

જેલ સીપોઈ (મહિલા)

૮૫

 

કુલ જગ્યા

૧૨૪૭૨

ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મુકવામાં આવનાર સુચનાઓમાં દર્શાવવામાં આવશે. જે જોઇ લેવાની રહેશે.

પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.                              

ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે.

ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.

ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફકત એક અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હકક / અધિકાર રહેશે અને ભરતી બોર્ડ  માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં

 ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.    

ઓફિસિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો.                                                                        



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs