Type Here to Get Search Results !

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન શિષ્યવૃતિ યોજના 2022

 

વિકાસ શિષ્યવૃતિ યોજના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે ૧ લાખની શિષ્યવૃતિ મેળવવાની તક

આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે. ધોરણ ૮ માટે શિષ્યવૃતિ યોજના માહિતી.

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન શિષ્યવૃતિ યોજના 2022 વિશેષતાઓ

  • વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.
  • દર વર્ષે કુલ દસ (10) શિષ્યવૃત્તિ આપવામાં આવશે. 10 માંથી, ઓછામાં ઓછી 5 શિષ્યવૃત્તિઓ કન્યોઓને આપવામાં આવશે.
  • અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે.
  • [ માત્ર વર્ષ 2022-23 માટે, હાલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા અને આગામી વર્ષે વિજ્ઞાન પ્રવાહ લેવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓ માટે વધારાની 10 શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે. જો પસંદગી થાય તો આ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન ₹30,000/- અને ધોરણ 12 દરમિયાન ₹30,000/- હશે.
  • પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે.
  • ધોરણ 9 માં ₹20,000/-, ધોરણ 10 માં ₹20,000/- અને જો વિદ્યાર્થી ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ 11 માં ₹30,000/- અને ધોરણ 12 માં ₹30,000/-

વિકાસ શિષ્યવૃતિ યોજના અગત્યની તારીખો

રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ૨૦ જાન્યુઆરી ૨૦૨૩
ચયન પરીક્ષા૨૨ જાન્યુઆરી ૨૦૨૩

વિકાસ શિષ્યવૃતિ યોજના જરુરી આધાર પૂરાવા

  • વિદ્યાર્થીનો ફોટો
  • આવકનો પુરાવો: આવક પ્રમાણપત્ર (તહસીલદાર/ મહેસુલ અધિકારી (મામલતદાર)/એસડીએમ/ તાલુકા મેજિસ્ટ્રેટ/કલેકટર/ડીએમ/એડીએમ/ કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.
  • શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર ધોરણ 7 ની માર્કશીટ [સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ.

અરજી પ્રક્રિયા

  • અરજદારે PRL VIKAS ની ઓફીસીયલ શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે.
  • નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીને નીચેના ડોકયુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે::
  • વિદ્યાર્થીનો ફોટો
  • આવકનો પુરાવો:
  • આવકનુ પ્રમાણપત્ર (તહસીલદાર/મહેસુલ અધિકારી (મામલતદાર)/એસડીએમ/તાલુકા મેજિસ્ટ્રેટ/કલેકટર/ડીએમ/એડીએમ/કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. આવકના પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.
  • શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
  • જો આવા પ્રમાણપત્રમાં શાળાનું સરનામું અને શિક્ષણ બોર્ડ સાથે શાળાની નોંધણીની વિગતો નો ઉલ્લેખ ના હોય, તો અરજદારે આ વિગતોનો ઉલ્લેખ કરતા શાળાના વડાનું પ્રમાણ-પત્ર પણ રજૂ કરવું જોઈશે.
  • જે શાળાના એક કરતાં વધારે કેમ્પસ હોય, તો પ્રમાણપત્ર અથવા આવેદન-પત્રમાં અરજદાર જ્યાં અભ્યાસ કરે છે તે કેમ્પસનું સરનામું પણ હોવું જોઈએ.
  • ધોરણ 7 ની માર્કશીટ [સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ.]

વિકાસ શિષ્યવૃતિ યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

વિક્રમ સારાભાઇ શિષ્યવૃત્તિ યોજના ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ યોજના ની છેલ્લી તારીખ 20 January 2023 છે.

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના માં ધોરણ 8 બાળકો ને કેટલી રકમ મળે છે?

ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે: ચાર વર્ષના સમયગાળામાં 1,00,000/-(એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના માં ધોરણ 10 બાળકો ને કેટલી રકમ મળે છે?

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે: બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન 30,000/- અને ધોરણ 12 દરમિયાન 30,000/- હશે































































ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs