IKDRC Civil Hospital Ahmedabad Recruitment 2023
સંસ્થાનું નામ | ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ (IKDRC) |
પોસ્ટનું નામ | સ્ટાફ નર્સ |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 મે 2023 |
કુલ ખાલી જગ્યાઓ | 650 |
અધિકૃત વેબસાઈટ | https://ikdrc-its.org/ |
મહત્વની તારીખ
IKDRC Recruitment 2023ની આ ભરતી નોટિફિકેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા 15 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ 15 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 મે 2023 છે.
પોસ્ટનું નામ
IKDRC Recruitment 2023ના સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્ટાફ નર્સ (વર્ગ-3) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત
IKDRC Recruitment 2023 અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે બેજીક B.Sc નર્સિંગ અથવા GNM પાસ કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્પ્યુટરનું બેજીક નોલેજ હોવું જરૂરી છે તથા ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ. લાયકાત સંબંધિત તમામ માહિતી એક વખત જાહેરાતમાં જરૂર ચકાસી લેવી.
પગાર ધોરણ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 29,200 થી લઈ 92,300 સુધી ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. કઈ તારીખે ટેસ્ટ લેવામાં આવશે તેની માહતી જાહેરાતમાં આપવામાં આવી નથી. ટેસ્ટ ની તારીખ જાણવા માટે તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિજિત કરતા રહેવું.
કુલ ખાલી જગ્યા
સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં કુલ જગ્યા 650 છે જેમાં એસસી ની 45, એસટી ની 126, એસઈબીસી ની 181, ઈડબલ્યુએસ ની 69, જનરલ ની 229 તથા પીએચ ની 26 જગ્યાઓનો સમાવેશ થાય છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.