મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS) 2026: સંપૂર્ણ માહિતી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ 2026 માટે 'મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા' નું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાનું આયોજન છે.
📅 પરીક્ષાનો મહત્વનો કાર્યક્રમ
- આ પરીક્ષા માટેનું સત્તાવાર જાહેરનામું 03/02/2026 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે.
- પરીક્ષા માટેના ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ 05/02/2026 (બપોરે 2:00 કલાકથી) ભરવાના શરૂ થશે.
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/02/2026 નક્કી કરવામાં આવી છે.
- મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 04/04/2026 (શનિવાર) ના રોજ યોજાશે.
- ખાસ નોંધ કે આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ કોઈ પણ પ્રકારની પરીક્ષા ફી ચૂકવવાની રહેશે નહીં, તે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.
🎓 કોણ પરીક્ષા આપી શકે? (પાત્રતાના ધોરણો)
પરીક્ષામાં બેસવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે:
- સરકારી અને અનુદાનિત શાળાઓ: જે વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 8 નો સળંગ અભ્યાસ સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં કર્યો હોય અને હાલ ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય અથવા ઉત્તીર્ણ થયેલ હોય. આ વિદ્યાર્થીઓ માટે આવકની કોઈ મર્યાદા નથી.
- RTE હેઠળના વિદ્યાર્થીઓ: RTE એક્ટ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ મેળવી ધોરણ 8 પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ, જો તેમના વાલીની આવક RTE ના નિયત મર્યાદામાં હોય તો તેઓ અરજી કરી શકે છે.
- ખાનગી શાળાના વિદ્યાર્થીઓ: ખાનગી શાળામાં ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે, પરંતુ તેઓ માત્ર રક્ષા શક્તિ સ્કૂલમાં ખાલી પડેલ 25% બેઠકો માટે જ પ્રવેશના હકદાર રહેશે.
📝 પરીક્ષાનું માળખું અને વિષયો
આ પરીક્ષા બહુવિકલ્પ (MCQ) સ્વરૂપની રહેશે.
- કુલ ગુણ: 120 ગુણનું પ્રશ્નપત્ર રહેશે જેમાં કુલ 120 પ્રશ્નો હશે.
- સમય: વિદ્યાર્થીઓને કુલ 150 મિનિટનો સમય આપવામાં આવશે. (લહિયા સાથે પરીક્ષા આપનારને 50 મિનિટ વધુ મળશે) .
-
વિષયવાર ગુણભાર:
- MAT (બૌધ્ધિક યોગ્યતા કસોટી): 40 પ્રશ્નો (તાર્કિક ગણતરી અને સામાન્ય જ્ઞાન આધારિત).
- SAT (શૈક્ષણિક યોગ્યતા કસોટી): 80 પ્રશ્નો (ગણિત-20, વિજ્ઞાન-20, સામાજિક વિજ્ઞાન-15, અંગ્રેજી-10, ગુજરાતી-10, હિન્દી-5).
5).
- નોંધ: આ વખતે પરીક્ષામાં 30% પ્રશ્નો NEP-2020 મુજબ 'Competency based' એટલે કે તાર્કિક ક્ષમતા ચકાસતા પૂછવામાં આવશે.
💻 ઓનલાઇન અરજી કરવાની રીત
અરજી માત્ર ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે.
- શાળાએ https://web.convegenius.ai/chat પોર્ટલ પર જવાનું રહેશે.
- શાળાના ડાયસ કોડ અને શિક્ષકના કોડથી લોગીન કરી ધોરણ-8 ના વિદ્યાર્થીઓની યાદી જોવાની રહેશે.
- દરેક વિદ્યાર્થીનું ફોર્મ ચેક કરી, તેમાં મોબાઈલ નંબર અને જો કેટેગરી કે માધ્યમમાં ભૂલ હોય તો સુધારો કરી Save કરવાનું રહેશે.
- તમામ ફોર્મ ભરાઈ ગયા બાદ છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરી અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે.
અગત્યની યાદી: વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે પોતાની હોલટિકિટ www.sebexam.org પરથી ડાઉનલોડ કરવાની રહેશે, જેના પર શાળાના આચાર્યના સહી-સિક્કા કરાવવા ફરજિયાત છે.