Type Here to Get Search Results !

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) ભરતી 2025

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) ભરતી 2025



નર્સ અને ફિઝિયોથેરાપિસ્ટના 60 જેટલા પદો માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ આયુર્વેદિક નર્સ અને ફિઝિયોથેરાપિસ્ટની ભરતી માટેની જાહેરાત બહાર પાડી છે. અરજી કરવાની છેલ્લી તારીખ, પાત્રતા અને અન્ય મહત્વપૂર્ણ માહિતી.

નમસ્કાર મિત્રો,
                    જો તમે હેલ્થકેર ક્ષેત્રમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા, તો તમારા માટે એક સુવર્ણ તક સામે આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા તાજેતરમાં જ એક ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ ભરતી સંદર્ભેની તમામ મહત્વપૂર્ણ વિગતો.
મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજીની શરૂઆત તારીખ: 29/02/2025 (સાંજે 07:00 વાગ્યાથી)


ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 03/03/2025 (રાત્રે 11:58 વાગ્યા સુધી)


પરીક્ષા (સંભવિત) તારીખ: 15/03/2025
ભરતીની વિગતો (પદ મુજબ):

આ ભરતીમાં કુલ 60 જેટલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ક્રમપદનું નામજગ્યાઓની સંખ્યા
1 રજિસ્ટર્ડ નર્સ (આયુર્વેદ)             10 
2 ફિઝિયોથેરાપિસ્ટ                       50 

અરજી કેવી રીતે કરવી?

આ પદો માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. ઉમેદવારોએ નીચેની વેબસાઈટ પર મુલાકાત લઈને અરજી કરવાની રહેશે:

મુખ્ય વેબસાઈટ: https://ojas.gujarat.gov.in


વૈકલ્પિક વેબસાઈટ: https://gsssb.gujarat.gov.in

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોએ પોતાની પાત્રતા અને શૈક્ષણિક લાયકાત બાબતે અધિકૃત નોટિફિકેશન જરૂરથી વાંચી લેવું.

    આ ભરતી હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે સરકારી ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો એક શ્રેષ્ઠ અવસર છે. અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, એટલે જેઓ પાત્રતા ધરાવે છે તેઓએ વિલંબ કર્યા વગર અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી.







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs