સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી ૨૦૨૬: ૪૫ કેડરની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી જાહેર
નમસ્કાર મિત્રો, સરકારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા સીધી ભરતી માટેની સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત વિવિધ ૪૫ જેટલા અલગ-અલગ વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
જો તમે જરૂરી લાયકાત ધરાવો છો, તો આ સુવર્ણ તકનો લાભ લઈ શકો છો. ભરતીની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
ભરતીની મુખ્ય વિગતો
સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરાત મુજબ, નીચે મુજબની મુખ્ય જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે:
તકનીકી અને એન્જિનિયરિંગ: ડેપ્યુટી એન્જિનિયર (સિવિલ), આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ/ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ), ટેકનિકલ ઓફિસર અને સુપરવાઈઝર.
એન્જિનિયરિંગ અને ટેકનિકલ વિભાગ:
આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ): ૫૨ જગ્યાઓ.
આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ): ૫૭ જગ્યાઓ.
ડેપ્યુટી એન્જિનિયર (સિવિલ): ૧૦ જગ્યાઓ.
એન્વાયરમેન્ટ એન્જિનિયર: ૪ જગ્યાઓ.
આસિસ્ટન્ટ એન્જિનિયર (વર્કશોપ/મિકેનિકલ): ૨ જગ્યાઓ.
સુપરવાઈઝર (કોમ્પ્યુટર): ૧૨ જગ્યાઓ.
ટેકનિકલ આસિસ્ટન્ટ: ૧૧૨ જગ્યાઓ.
મેડિકલ અને પેરામેડિકલ:
સ્ટાફ નર્સ: ૧૫૦ જગ્યાઓ.
મેડિકલ ઓફિસર: ૬૯ જગ્યાઓ.
લેબોરેટરી ટેકનિશિયન: ૪૦ જગ્યાઓ.
રેડિયોલોજીસ્ટ: ૧ જગ્યા અને રેડિયોગ્રાફિક ટેકનિશિયન: ૪ જગ્યાઓ.
સ્પીચ થેરાપિસ્ટ: ૧ જગ્યા.
ડાયાલિસિસ ટેકનિશિયન: ૪ જગ્યાઓ.
મેડિકલ અને હેલ્થ વિભાગ:
વહીવટી અને ક્લાર્ક: ત્રીજી શ્રેણી ક્લાર્ક (૭૧૭ જગ્યાઓ - સૌથી વધુ), ડેપ્યુટી એકાઉન્ટન્ટ અને આસિસ્ટન્ટ ઓડિટર.
વહીવટી અને ક્લાર્ક વિભાગ:
ત્રીજી શ્રેણી ક્લાર્ક: સૌથી વધુ ૭૧૭ જગ્યાઓ.
ત્રીજી શ્રેણી ક્લાર્ક (ઓડિટ): ૯ જગ્યાઓ.
જુનિયર ફાર્માસિસ્ટ: ૭૦ જગ્યાઓ.
ડેપ્યુટી એકાઉન્ટન્ટ: ૩ જગ્યાઓ.
આસિસ્ટન્ટ ઓડિટર: ૪ જગ્યાઓ.
લાઇબ્રેરી ક્લાર્ક: ૭ જગ્યાઓ.
અન્ય મહત્વની જગ્યાઓ:
ડ્રાઈવર (૪૪૪ જગ્યાઓ), માર્શલ (વોચ એન્ડ વોર્ડ - ૩૨૩ જગ્યાઓ), ગાર્ડન વિભાગમાં ઝૂ કીપર અને અન્ય સહાયક કર્મચારીઓ.
અરજી કરવાની પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોએ માત્ર ઓનલાઇન માધ્યમથી જ અરજી કરવાની રહેશે.
સત્તાવાર વેબસાઇટ: https://www.suratmunicipal.gov.in
અરજી શરૂ થવાની તારીખ: ૦૧/૦૪/૨૦૨૬ (સવારે ૧૧:૦૦ કલાકથી)
અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૪/૨૦૨૬ (રાત્રે ૧૧:૦૦ કલાક સુધી)
મહત્વની સૂચનાઓ
દરેક જગ્યા માટેની વિગતવાર શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અનુભવની વિગતો SMCની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાશે.
જાહેરાતમાં દર્શાવેલ કુલ જગ્યાઓ પૈકી નિયમ મુજબ દિવ્યાંગજન ઉમેદવારો માટે અનામત બેઠકોની પણ ફાળવણી કરવામાં આવી છે.
વધુ માહિતી કે પૂછપરછ માટે ઉમેદવારો મધ્યસ્થ મહેકમ (રિક્રુટમેન્ટ) વિભાગના ફોન નંબર ૦૨૬૧-૨૪૨૩૭૫૧-૫૬ (એક્સટેન્શન-૨૩૧/૨૭૯) પર સંપર્ક કરી શકે છ.
.png)