Type Here to Get Search Results !

ગુજરાત વિદ્યાસહાયક ભરતી ૨૦૨૬: ૧૧,૦૦૦ જગ્યાઓ

 ગુજરાત વિદ્યાસહાયક ભરતી ૨૦૨૬: ૧૧,૦૦૦ જગ્યાઓ માટે મોટી જાહેરાત :



​ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે એક ખુબ જ મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ ૧ થી ૫ (ગુજરાતી માધ્યમ) માટે વિદ્યાસહાયકોની ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ભરતીની સામાન્ય માહિતી

  • પદનું નામ: વિદ્યાસહાયક (વર્ગ-૩)
  • વિભાગ: ધોરણ ૧ થી ૫ (પ્રાથમિક વિભાગ)
  • માધ્યમ: ગુજરાતી
  • જાહેરાત ક્રમાંક: ૦૧/૨૦૨૬
  • કુલ અંદાજિત જગ્યાઓ: ૧૧,૦૦૦

મહત્વની તારીખો

​ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સમયગાળાનું ધ્યાન રાખવાનું રહેશે:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૧૫/૦૪/૨૦૨૬ (સવારે ૧૨:૦૦ કલાકથી)
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૪/૦૪/૨૦૨૬ (બપોરે ૧૫:૦૦ કલાક સુધી)
  • સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ: ૨૪/૦૪/૨૦૨૬ (સાંજે ૧૭:૦૦ કલાક સુધી)

લાયકાત અને અન્ય વિગતો

  • TET-૧ પાસ ઉમેદવારો: આ ભરતી માટે TET-૧ પરીક્ષા પાસ હોવી અનિવાર્ય છે.
  • D.El.Ed. ના વિદ્યાર્થીઓ: જે ઉમેદવારો હાલ D.El.Ed. ના છેલ્લા વર્ષમાં છે અને TET-૧ પાસ છે, તેઓ પણ અરજી કરી શકશે. તેમનું પરિણામ આવ્યા બાદ માર્કશીટ અપડેટ કરવાની તક આપવામાં આવશે.
  • અનામત: દિવ્યાંગ ઉમેદવારો માટે નિયમ મુજબ ૪% જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.
  • જિલ્લાવાર જગ્યાઓ: હાલમાં કુલ જગ્યાઓ જાહેર કરાઈ છે. જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યાઓની વિગતો બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવશે.

અરજી પ્રક્રિયા

​લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://dpegujarat.in પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. વેબસાઈટ પર વયમર્યાદા, પગાર ધોરણ અને અન્ય સૂચનાઓ વિગતવાર વાંચી લેવી.



સ્થળ: ગાંધીનગર

સૌજન્ય: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ

આ માહિતી વધુમાં વધુ ઉમેદવારો સુધી પહોંચાડો જેથી કોઈ તક ચૂકી ન જાય.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs