Type Here to Get Search Results !

GPSSB ભરતી 2026: પંચાયત સેવાના વિવિધ વિભાગોમાં 2640 જગ્યાઓ માટે મોટી ભરતી

 GPSSB ભરતી 2026: પંચાયત સેવાના વિવિધ વિભાગોમાં 2640 જગ્યાઓ માટે મોટી ભરતી



​ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), ગાંધીનગર દ્વારા સ્વાસ્થ્ય વિભાગની વિવિધ કેડર માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા લેબોરેટરી ટેકનીશિયન, MPHW, ફાર્માસિસ્ટ અને FHW ની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

ભરતીની મહત્વની વિગતો

​આ ભરતી માટેના ફોર્મ 29 એપ્રિલ 2026 થી ભરાવાના શરૂ થશે. ઉમેદવારો 20 મે 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરવા માટે ઓજસની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in નો ઉપયોગ કરવાનો રહેશે.

કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે?

  • લેબોરેટરી ટેકનીશિયન (જાહેરાત ક્રમાંક 04/2025-26): આ કેડર માટે કુલ 108 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં સામાન્ય વર્ગ માટે 40 અને અન્ય અનામત વર્ગો માટે નિયમ મુજબ જગ્યાઓ ફાળવેલ છે.
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર - પુરૂષ (જાહેરાત ક્રમાંક 05/2025-26): કુલ 420 જગ્યાઓ પર ભરતી થશે. જેમાં સૌથી વધુ 150 જગ્યાઓ SEBC વર્ગ માટે રાખવામાં આવી છે.
  • જુનિયર ફાર્માસિસ્ટ (જાહેરાત ક્રમાંક 07/2025-26): આ પોસ્ટ માટે કુલ 164 જગ્યાઓ છે. જેમાં સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 78 જગ્યાઓ ફાળવવામાં આવી છે.
  • ફીમેલ હેલ્થ વર્કર (જાહેરાત ક્રમાંક 08/2025-26): સૌથી વધુ 1948 જગ્યાઓ આ કેડર માટે છે. જેમાં સામાન્ય વર્ગ માટે 549 અને SEBC માટે 686 જગ્યાઓનો સમાવેશ થાય છે.

કેટેગરી મુજબ ટૂંકી વિગત

​દરેક પોસ્ટમાં સામાન્ય (General), આર્થિક નબળા વર્ગો (EWS), સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો (SEBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અલગ-અલગ બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકો માટે પણ સરકારના નિયમ મુજબ અનામત જગ્યાઓ રાખેલી છે.

અરજી કરવાની પ્રક્રિયા

​ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરીને પોતાનું ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે અને કન્ફર્મેશન નંબર મેળવી લેવાનો રહેશે. સામાન્ય વર્ગના ઉમેદવારોએ નિયત પરીક્ષા ફી SBI E-Pay ના માધ્યમથી 20 મે 2026 સુધીમાં ભરી દેવાની રહેશે.

ખાસ નોંધ

​ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને પરીક્ષાની પદ્ધતિ વિશેની વિગતવાર માહિતી મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in પરથી મેળવી શકાશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs