SSC ભરતી 2026: 3003 ખાલી જગ્યાઓ માટે જાહેરાત, જાણો લાયકાત અને અરજી કરવાની રીત
સચિવાલયથી લઈને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. SSC દ્વારા સિલેક્શન પોસ્ટ ફેઝ-14 હેઠળ મોટી સંખ્યામાં ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે:
ભરતીની મુખ્ય વિગતો:
કેન્દ્ર સરકારના જુદા જુદા મંત્રાલયોમાં લાયકાત મુજબ નિમણૂક આપવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા કુલ 3003 ખાલી જગ્યાઓ ભરવામાં આવનાર છે.
પગાર ધોરણ:
પસંદગી પામનાર ઉમેદવારોને સાતમા પગાર પંચ મુજબ પે-લેવલ 1 થી 8 મુજબ માસિક ₹18,000 થી ₹1,51,100 સુધીનો પગાર મળવાપાત્ર થશે.
શૈક્ષણિક લાયકાત અને મહત્વની તારીખો:
- લાયકાત: ધોરણ 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.
- અરજી કરવાની છેલ્લી તારીખ: 4 મે, 2026 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
- અરજી સુધારણા વિન્ડો: 11 થી 13 મે દરમિયાન ફોર્મમાં સુધારો કરી શકાશે.
- પરીક્ષાનો સમય: ઓનલાઇન પરીક્ષા જૂન-2026 માં લેવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કાના આધારે કરવામાં આવશે:
- પ્રથમ તબક્કામાં 100 પ્રશ્નોની ઓબ્જેક્ટિવ પ્રકારની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવાશે.
- બીજા તબક્કામાં પોસ્ટની જરૂરિયાત મુજબ ટાઈપિંગ અથવા કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવાશે.
- અંતિમ તબક્કામાં લેખિત પરીક્ષાના મેરિટના આધારે દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.
અરજી ફી:
સામાન્ય, OBC અને EWS વર્ગના પુરુષ ઉમેદવારો માટે ₹100 ફી રાખવામાં આવી છે. જ્યારે મહિલાઓ અને અનામત વર્ગના ઉમેદવારો માટે કોઈ ફી નથી.
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ SSC ની સત્તાવાર વેબસાઇટ Click Here
- તમારા રજીસ્ટ્રેશન નંબરથી લોગિન કરો.
- Phase-XIV લિંક પસંદ કરીને પોસ્ટની વિગતો ધ્યાનપૂર્વક ભરો.
- લાઇવ ફોટો અને સહી અપલોડ કરો.
- જરૂરી ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ મેળવી લો.
વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. આ માહિતી તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેઓ પણ આ તકનો લાભ લઈ શકે.
