Jamnagar Municipal Corporation
Recruitment 2023
અગત્યની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘ્વારા 20 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરવાની રહેતી નથી તથા ઉમેદવારે સીધા ઇન્ટરવ્યૂની તારીખે રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ કોચ (પુરુષ), ટેબલ ટેનિસ કોચ, બેડમિન્ટન કોચ, જિમ ટ્રેનર (પુરુષ), જિમ ટ્રેનર (મહિલા) તથા લાઈફ ગાર્ડ (મહિલા)ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવે છે.
કુલ જગ્યા:
જાહેરાતમાં જણાવ્યા અનુસાર JMC ની આ ભરતીમાં સ્વિમિંગ કોચ (પુરુષ)ની 03, ટેબલ ટેનિસ કોચની 02, બેડમિન્ટન કોચની 02, જિમ ટ્રેનર (પુરુષ)ની 01, જિમ ટ્રેનર (મહિલા)ની 01 તથા લાઈફ ગાર્ડ (મહિલા)ની 01 જગ્યા ભરવામાં આવશે.
લાયકાત:
મિત્રો, દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે જે તમે નીચે આપવામાં આવેલ લિંકની મદદથી જાહેરાતમાં વિગતે જોઈ શકો છો.
પગારધોરણ:
આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને દરરોજ એક કલાક આમ માસિક 30 કલાક કામ હોય તો 2000 રૂપિયા ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
JMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 6 માસના કોન્ટ્રાકટ પર કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝના 2 ફોટા
- માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો
- જાતિનો દાખલો
- અનુભવનું સર્ટિફિકેટ
- તથા અન્ય
ઇન્ટરવ્યુનું સ્થળ
આ ભરતીમાં ઉમેદવારે રૂબરૂ હાજર રહેવું પડશે. ઇન્ટરવ્યૂની તારીખ 02 એપ્રિલ 2023 છે તથા ઇન્ટરવ્યુનું સ્થળ મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગરપાલિકા, જ્યુબિલી ગાર્ડન-જામનગર ખાતે છે.
જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો