SPIPA 2023
સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) ઈસારો સામે, સેટેલાઈટ રોડ, અમદાવાદ, ગુજરાત
યુ.પી.એસ.સી.સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૪ (IAS, IFS, IPS etc.) તેમજ અન્ય ગૃપ-"A" કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૩-૨૪
(સ્પીપા દ્વારા સંચાલિત આ પ્રશિક્ષણવર્ગ છે. નોકરી માટેની જાહેરાત નથી.) યુ.પી.એસ.સી. ધ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ, ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. ધ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૪ (IAS, IFS, IPS etc.) ની તૈયારીના પ્રશિક્ષણવર્ગ ૨૦૨૩-૨૪ માટેની પ્રવેશ પરીક્ષા ૨૦૨૩ માટે સ્પીપા ધ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે http://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર તા.૨૭/૦૩/૨૦૨૩ (બપોરે ૧૪.૦૦ કલાકથી) થી તા.૩૦/૦૪/૨૦૨૩ (સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઉક્ત તાલીમવર્ગ સંબંધિત માહિતી
http://www.spipa.gujarat.gov.in/
અને
http://ojas.gujarat.gov.in/
વેબસાઇટ પર વિગતવાર જાહેરાત ધ્યાનપૂર્વક વાંચીને અરજી કરવાની રહેશે.
(રમેશ ચંદ મીના, IAS) મહાનિર્દેશક
સ્પીપા, અમદાવાદ
ક્રમાંક:સીસપ-તાલીમ/૨૦૨૨-૨૩/પ્રવેશ
પરીક્ષા ૨૦૨૩/૧૬/સ્ટડી તા.૨૦-૦૩-૨૦૨૩
ક્રમાંક/સંમાનિ/અમદ/૧૯૬૦/૨૦૨૩