Type Here to Get Search Results !

RTE Gujarat Online Admission Announcement 2025

RTE Gujarat Online Admission Announcement 2025 


        સરકાર દ્વારા પહેલી પ્રવેશ પ્રક્રિયા જાહેર RTE હેઠળ પ્રવેશ માટે ૨૮મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. ખાનગી સ્કૂલોમાં રાઇટ ટુ એજ્યુકેશન સ્કીમ હેઠળ પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ આગામી ૨૮મી ફેબ્રુઆરીથી ૧૨મી માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ કેટેગરીમાં પ્રવેશ માટે ગ્રામ્ય વિસ્તારના વાલીઓની વાર્ષિક આવક રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં રહેતા વાલીઓની વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦ અને ૧લી જૂન સુધીમાં વયમર્યાદા ૬ વર્ષ પૂરા થયા હોય તે જરૂરી છે.

        વાલીઓ ૧૨ માર્ચ સુધી ફોર્મ ભરી શકશે - પ્રવેશની વિવિધ ૧૩ કેટેગરી રહેશે. રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ દરેક પ્રાઇવેટ સ્કૂલમાં કુલ બેઠકના ૨૫ ટકા બેઠકો પર આર્થિક રીતે નબળા વર્ગના વાલીઓના સંતાનોને પ્રવેશ આપવામાં આવે છે. આ સ્કીમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની ૧લી જૂન ૨૦૨૫ના રોજ ૬ વર્ષની વયમર્યાદા પૂરી હોવી જોઈએ.
    
        આ ઉપરાંત આ સ્કીમમાં પ્રવેશ માટે કયા પ્રકારના પુરાવાઓ જરૂરી છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકી દેવામાં આવી છે. જે લીંક નીચે આપવામાં આવી છે. વાલીઓએ ઓનલાઇન ભરેલું ફોર્મ કોઇ જગ્યાએ જમા કરાવવા જવાનું નથી. વાલીઓએ ફોર્મ ભરતી વખતે જે પુરાવાઓ માગવામાં આવ્યા છે તે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. વાલીઓ પ્રવેશ માટે જરૂરી પુરાવાઓ એકત્ર કરી શકે તે માટે અરજી કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. રાઇટ ટુ એજ્યુકેશન માટે આવનારી કુલ અરજી પૈકી જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન દીકરી હોય તેમને સૌથી પહેલા અગ્રતાક્રમ આપવામાં આવશે. આ જ રીતે રાજ્ય સરકાર હસ્તકની આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો, અનુસુચિત જાતિ અને જનજાતિના બાળકો, સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો અને જનરલ કેટેગરીમાં-બિન અનામત વર્ગના બાળકોનો સમાવેશ થાય છે. 

        આ ઉપરાંત અનાથ બાળકો, બાલગૃહના બાળકો, મંદબુદ્ધિ, સેરબ્રલ પાલ્સી, શારીરિક વિકલાંગ, એન્ટિ રેટ્રોવાયરલ થેરાપી, ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ-લશ્કરીદળના જવાનોના બાળકો વગેરેને પણ પ્રવેશ માટે અગ્રતાક્રમ આપાવામાં આવતી હોય છે.

        પ્રવેશ મેળવવા માટે જન્મનો દાખલો, રહેઠાણ પુરાવા, કેટેગરી, આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઈન્કમટેક્સ ભર્યો ન હોય તેવા કિસ્સામાં આવક ન થતી સેલ્ફ ડિકેલેરેશન વગેરે ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહેશે. મહત્વની વાત એ કે, ગત વર્ષે અંદાજે ૪૩ હજાર જેટલી બેઠકો પર રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટેની કામગીરી કરવામાં આવી હતી. ભૂતકાળમાં આ સ્કીમ હેઠળ પ્રવેશ માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરાતા હતા પરંતુ ઈન્કમટેક્સ રિટર્ન ફરજિયાત કરવામાં આવ્યા બાદ ફોર્મ ભરવાની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે.

ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો Click Here

શાળાની યાદી Click Here

ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ Click Here

અરજીની સ્થિતિ Click Here

વાલી મિત્રો માટે ખાસ સુચના Click Here

અરજીની પ્રિન્ટ માટે Click Here



એરપોર્ટ ઓથોરિટીની જાહેરાત માટે Click Here


ઇન્ડિયન પોસ્ટમાં ભરતી Click Here  





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Technology Jobs