EPILમાં મેનેજરના પદો પર ભરતી 2025
એન્જિનિયરિંગ, ફાઈનાન્સ ફિલ્ડના સ્નાતકો ઓનલાઈન અરજી કરી શકે.
એન્જિનિયરીંગ પ્રોજેક્ટ્સ ઈન્ડિયા લિમિટેડમાં મેનેજરના પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેને માટેની અરજી પ્રક્રિયા ગત ૧૯મી માર્ચથી શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો આ ભરતી માટે પાત્રતા ધરાવતા હોય તેમણે તેમાં સામેલ થવા માટે ઓનલાઈન માધ્યમથી EPILની સત્તાવાર વેબસાઈટ epi.gov.in પર જઈને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ ૮મી એપ્રિલ છે. ત્યારબાદ કોઈપણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
બાંધકામ કે માળખાગત અન્ય પ્રકારના પ્રોજેક્ટ્સ તેમજ પાણી પૂરવઠા જેવી સુવિધા માટેની યોજનાઓમાં કન્સલ્ટીંગ કરતી ભારત સરકારની કંપની દ્વારા પોતાના વિવિધ પ્રોજેકટ્સ માટે ખાલી પદો પર અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારોએ નિયત તારીખ પહેલાં અરજી કરવી. અરજી ઓનલાઈન માધ્યમથી કરવી.
ભરતીની વિગત : આ ભરતી દ્વારા સિનિયર મેનેજર (લિગલ-ઈલેક્ટ્રીકલ-સિવિલ), મેનેજર ગ્રેડ ૧ (લિગલ-ઈલેક્ટ્રીકલ-સિવિલ), મેનેજર ગ્રેડ રામિકેનિકલ-ઈલેક્ટ્રીકલ-સિવિલ), આસિસ્ટન્ટ મેનેજર (લિગલ-ફાઈનાન્સ-મિકેનિકલ-ઈલેક્ટ્રીકલ-સિવિલ) પદો પર ભરતી કરવામાં આવશે.
અરજી પ્રક્રિયા : ઓનલાઈન
ઈચ્છુક ઉમેદવારોએ પોતે જ ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરવું. અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવું. હોમપેજ પર ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરવું. જે-તે પદ માટે અરજી કરવા ક્લિક કરવું. રજીસ્ટર પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી લેવું. આખરે ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવી.
યોગ્યતા અને માપદંડ: આ ભરતીમાં ભાગ લેવા માટે AMIE-CA-ICWA-MBA(Fim)- LLB- ગ્રેજ્યુએશન વગેરે પૂર્ણ કર્યું હોવું જોઈએ. સાથે જ ઉમેદવારની અધિક્તમ વય ૪૨ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. યાદ રહે કે વયની ગણના ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૨૫ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ભરતીને લગતી અન્ય વિગતો માટે ઉમેદવારોએ સત્તાવાર જાહેરનામું જોઈ જવું.
પગારધોરણ: આ ભરતીમાં સિનિયર મેનેજરના પદો પર પસંદ થનારા ઉમેદવારોને પ્રતિમાસ ૭૦,૦૦૦ રૂપિયા, મેનેજર ગ્રેડ-૧ના પદ માટે પસંદ થનારા ઉમેદવારોને પ્રતિમાસ ૬૦,૦૦૦ રૂપિયા, મેનેજર ગ્રેડ-૨ના પદો પર નિયુક્ત થનાર ઉમેદવારોને પ્રતિમાસ ૫૦,૦૦૦ રૂપિયા તેમજ આસિસ્ટન્ટ મેનેજરના પદો પર નિયુક્ત થનાર ઉમેદવારોને પ્રતિમાસ ૪૦,૦૦૦ રૂપિયા પગાર મળશે.