રાજકોટ એસ.ટી. વિભાગમાં વિવિધ ટેક્નિકલ ટ્રેડ માટે કુલ 125 એપ્રેન્ટિસની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ભરતીમાં ડીઝલ મિકેનિક,
મોટર મિકેનિક,
વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક),
ઇલેક્ટ્રિશિયન અને
ફિટર જેવા ટ્રેડ માટે ધોરણ 10 પાસ + ITI ની લાયકાત જરૂરી છે. જ્યારે કોપા (COPA) ટ્રેડ માટે ધોરણ 12 પાસ + ITI પાસ હોવું અનિવાર્ય છે. ઉમેદવારોની વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદ્દવારોએ ગોંડલ રોડ સ્થિત એસ.ટી. વિભાગીય કચેરીએથી રૂબરૂ ફોર્મ મેળવવાનું રહેશે.
ફોર્મ મેળવવાનો સમય સવારે 11:00 થી 14:00 કલાકનો રહેશે. અરજીમાં મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને ટ્રેડની વિગત દર્શાવવાની રહેશે. ઉમેદવારે અગાઉ ક્યાંય પણ એપ્રેન્ટિસ તરીકે તાલીમ લીધેલી ન હોવી જોઈએ તેવું બાંહેધરી પત્રક આપવાનું રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી, 2026 છે.